વિશ્વની અજાયબીઓ

તાજમહેલ (Taj Mahal)

                 મુઘલ સ્થાપત્યોના ઉત્કૃષ્ટ નમૂનામાં તાજમહેલનો સમાવેશ થાય છે. ૧૯૮૩માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે તેને ઘોષિત કરવામાં આવ્યો હતો. જૂની સાત અજાયબીઓમાં પણ તાજમહેલ સ્થાન ધરાવતો હતો. તાજમહેલ ૧૬૩૨માં મોગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પત્ની મુમતાઝની યાદમાં બાંધવામાં આવ્યો હતો. તેનું નિર્માણકાર્ય ૧૬૪૮માં પૂરું થયું હતું. આગ્રામાં યમુના નદીને તીરે આરસના પથ્થરોમાંથી બાંધવામાં આવેલો તાજમહેલ તેની કોતરણી, નક્શીકામ અને ભવ્યતા માટે જગપ્રસિદ્ધ છે.

  ========//====//==== “Seven Wonder” ====\\====\\========

ચિચેન ઈત્ઝા (Chichen Itza)

                ચિચેન ઈત્ઝા અમેરિકાના મેક્સિકોમાં આવેલો પિરામિડ છે. તેને મયા સંસ્કૃતિકનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરને રાજકીય અને આર્થિક કેન્દ્ર માનવામાં આવતું હતું. પિરામિડ આકાર ધરાવતા આ સ્થાપત્યની સાથે પિરામિડ ઓફ કુકુલકાન, ચાકમૂલ ટેમ્પલ, ઘણા બધા પિલર ધરાવતો ધ હોલ ઓફ થાઉઝન્ડ પિલર્સ અને રમતનું મેદાન પણ આવેલું છે.

========//====//==== “Seven Wonder” ====\\====\\========

માચુ પિચુ (Machu Picchu)

                માચુ પિચુ પેરુમાં આવેલું છે. તેનો અર્થ થાય છે સૌથી જૂનો પર્વત. તે ઈન્કા સંસ્કૃતિનું નિદર્શન કરે છે. ૧૫મી સદીમાં તેનું નિર્માણ થયું હશે એમ માનવામાં આવે છે. એન્ડિઝ પર્વત પર તે આવેલું છે. તેના નિર્માણમાં પથ્થરોનો ઉપયોગનો અદ્ધત રીતે કરવામાં આવ્યો છે. પુરાતત્વવિદ હીરમ બિંગહામે ૧૯૧૧માં તેને શોધ્યું હતું.

========//====//==== “Seven Wonder” ====\\====\\========

ચીનની દીવાલ (Great Wall of China)

                ચીનની દીવાલ ઈ.સ. પૂર્વે ૧૬૪૪માં બંધાઈ હોવાનું માનવામાં આવે છે. વિદેશી આક્રમણને રોકવાના હેતુથી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.માનવર્સિજત સ્થાપત્યોના ઉત્તમ નમૂનામાં તે સમાવેશ પામે છે. અંતરિક્ષમાંથી પૃથ્વી પરનું દેખાતું એકમાત્ર સ્થળ એ ચીનની દીવાલ છે.

========//====//==== “Seven Wonder” ====\\====\\========

ક્રાઈસ્ટ ધ રિડીમર (Christ the Redeemer)

                ક્રાઈસ્ટ ધ રિડીમરને સ્વાગત અને આશાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. બ્રાઝિલના રિઓ-ડી-જાનેરોમાં તે આવેલું છે. જેમાં ક્રાઈસ્ટ એટલે કે પ્રભુ ઈસુ હાથ ફેલાવીને ઊભા છે. આ સ્ટેચ્યુ કોર્કોવાડો પર્વત પર સ્થિર છે અને ૩૮ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ સ્ટેચ્યુના નિર્માણમાં પાંચ વર્ષ લાગ્યાં હતાં. તેની ડિઝાઈન હિટર દા સિલ્વા કોસ્ટા અને પૌલ લેન્ડોસ્કી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ૧૨ ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

========//====//==== “Seven Wonder” ====\\====\\========

ધ રોમન કોલોસમ (The Roman Colosseum)

                ધ રોમન કોલોસમ ઈટાલીમાં આવેલું છે. તે એમ્ફિથિયેટર એટલે કે વિશાળ ખુલ્લું પ્રાંગણ જ્યાં દર્શકોને બેસવાની વ્યવસ્થા હોય તેવું સ્થળ છે.આજે પણ ૨,૦૦૦ વર્ષ પછી સ્પોર્ટ્સ સ્ટેડિયમ કોલોસમની ડિઝાઈનને અનુસરે છે. કોલોસમમાં રાજા મનોરંજન માટે વિવિધ કાર્યક્રમો નિહાળતા હતા.

========//====//==== “Seven Wonder” ====\\====\\========

પેટ્રા (Petra – Jordan)

                પેટ્રા જોર્ડનમાં આવેલું છે. ઈ.સ. પૂર્વે ૧૨૦૦માં તે બાંધવામાં આવ્યું હતું.

Advertisements

About આસીફ કલાસિક

“આસીફ કલાસિક”. હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની. વધુ જાણકારી માટે જુઓ "મારી વ્યાખ્યા…!"
This entry was posted in જાણવા જેવું...., દેશ-દુનિયા..... Bookmark the permalink.

2 Responses to વિશ્વની અજાયબીઓ

  1. લખાણ સંદેશ માંથી તફડાવ્યું છે!

  2. હા, લખાણ તો મારૂ નથી.
    ખરેખર મને પણ ખબર ના હતી કે આ લખાણ સંદેશમાંથી કોપી થયેલું છે. જણાવવા બદલ આભાર.
    મે તો એક મિત્રના આવેલા મેઇલમાંથી મુકેલું છે. પણ સંદેશના લખાણમાં તાજ મહેલ સિવાય બીજા ફોટાઓ ના હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s