એક સમયનું “ઇલ્વદુર્ગ” આજનું “ઇડર”

            આજનું ઇડર પહેલાના સમયમાં ઇલ્વદુર્ગ નામે ઓળખાતું સાબરકાંઠા જીલ્લામાં આવેલું એક શહેર જેનું નામ આજે “ઇડર” છે. ઇડર ૨૦ કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે. જે રાજસ્થાન રાજ્યની સરહદે આવેલું છે. ઇડર એક જમાનામાં રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. જોકે આજે તો તે રાજા રજવાડાઓ નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે. આ યાદો વર્ષો જુની હોવા છતાં પણ એમજ છે અને ખુબ સુંદર પણ. ઇડરનો ઇતિહાસ કહેવો તો ખુબ અઘરો છે પરંતુ થોડી ઘણી યાદો હજુ પણ યાદ છે તે હું તમને કહી રહ્યો છે.

           આ શહેર ઇડરનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે એવું કહેવાય છે કે, વર્ષો પહેલાં અહીંયા આ પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ. ખુબ ડરાવની આ આત્માઓથી લોકો ખુબ ભયભીત હતા તેથી લોકોએ એવું કહેવાનું ચાલું કર્યું કે અહીં ડર છે. એટલે અહીં ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે.

           આ શહેર ખાસ કરીને રમકડા બનાવવાની કારીગરી માટે ખુબ જાણીતું છે અને તેના મંદિરો માટે પણ. ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે. ઇડરની બહારની બાજુ એક તળાવ આવેલું છે જેનું નામ છે “રાણી તળાવ”. એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી. તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદર મંદિર પણ આવેલ છે. જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય. તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.

           આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે ઘેરાયેલું છે. તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે – ઇડરીયો ગઢ. આવા પથ્થરોથી ઘેરાયેલા આ શહેરમાં ગુજરાતની સૌથી વધારે ગરમી મપાય છે. ઉનાળું સીઝનમાં તો અહીંની ગરમીના પારાનો પાર નથી રહેતો. આજે આ શહેરની એવી ખાસ સુવિધાઓને કારણે સાબરકાંઠામાં એક સારૂ સ્થાન મેળવેલ છે. જેમાં હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ, બસ સ્ટેન્ડ અને રલ્વે સ્ટેશન તથા વિશાળ સિવિલ હોસ્પિટલ અને ખુબ મોટા કારખાના તથા નાની મોટો દુકાનો અને શોપીંગ મોલથી આજે આ શહેર ઇડર સાબરકાંઠામાં એક શોભાનું પ્રતિક છે.

ઇડર તાલુકામાં આવેલાં ગામો

Advertisements

About આસીફ કલાસિક

“આસીફ કલાસિક”. હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની. વધુ જાણકારી માટે જુઓ "મારી વ્યાખ્યા…!"
This entry was posted in ઇડર..... Bookmark the permalink.

6 Responses to એક સમયનું “ઇલ્વદુર્ગ” આજનું “ઇડર”

 1. ભાઈ,
  ઇડર મેં જોયેલું છે. છેક ગઢ ની ઉપર પણ ગયેલો છું. જુનો મહેલ ને ખંડેર થઇ ગયો છે તે પણ જોયેલો છે. ઇડર ઉપર રાઠોડ રાજાઓ ની આણ હતી. જોધપુર નાં વારસદારો હતા.હાલ નાં મહારાજા હિમતનગર રહે છે ત્યાં પેલેસ પણ છે જ. ઇડર પાસે નેત્રામલી માં મારા મોટા બહેન છે. ઇડર ની આસપાસ મારા ખુબ સગાવહાલા છે. આભાર.

 2. આ લેખ પારૂલ ચૌધરીનો છે અને વેબદુનિયા પર પ્રસિદ્ધ થયો હતો.

 3. નમસ્કાર વિનયભાઇ,
  આપની આ બધી કોમેન્ટ માટે ધન્યવાદ. કેમ કે આપની આ બધી કોમેન્ટ પછી મને એક સુંદર અને ભુલ વિનાનો બ્લોગ બનાવાની જે ઇચ્છા છે તે આપના આ સહયોગ થી પૂર્ણ થઇ શકે છે. અને મારી ભૂલ સુધરી શકે છે. મને કોઇ સ્ત્રોત મળેલ ન હતા. અને આ બધું તો મારા મિત્રો પાસે હું મેઇલ માં મંગાવેલું તો તેઓ એ મોકલેલું. આપની દરેક સલાહ-સૂચન હંમેશા આવકાર્ય છે.
  હું વિદેશમાં છું. અને બ્લોગનું કામ ચાલું કર્યા પછી મારા વતનમાં આવાનો મોકો મળ્યો નથી. તો મારા ગામના બધા ફોટા અને માહિતિ મુકી શક્યો નથી.

 4. idar na photo graph

 5. king of idar says:

  i love idar,.,.,.because idar is my motherland and i m proud my motherland …….thanks

 6. darshan dave says:

  જય હો ઇડર નો…….
  આઇ લવ ઇડર………….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s