કેટલા વાગ્યા છે ?

           પહેલાંના સમયમાં સૂર્યના પડછાયા, જળઘડી અને રાતના સમયે તારાઓની ચાલના આધારે સમયની માહિતી મેળવવામાં આવતી હતી. ત્યારબાદ સમયાંતરે તેમાં સુધારા-વધારા થતા રહ્યા.

          ૧૫૭૭માં મિનિટકાંટાવાળી ઘડિયાળ શોધવામાં આવી હતી. તેની શોધ જોસ્ટ બર્ગીએ કરી હતી. આ ઘડિયાળ તેમણે ખગોળશાસ્ત્રી ટાયકો બ્રાહ કે જેઓ પોતાની સાથે ચોક્કસ સમય દર્શાવતી ઘડિયાળ લઈ જવા માગતા હતા તેમના માટે બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તે ચલણમાં રહી.

          ૧૬૫૬માં લોલકવાળી ઘડિયાળ અસ્તિત્વમાં આવી. આ ઘડિયાળની શોધ ક્રિશ્ચિયન હ્યુજીન્સે કરી હતી.

કાંડા ઘડિયાળની શોધ ૧૫૦૪માં જર્મન વૈજ્ઞાનિક પીટર હેન્લેને કરી હતી. જોકે આ ઘડિયાળ સમય દર્શાવવાની બાબતમાં ચોક્કસ નહતી. પહેલી વાર જેમણે પોતાના કાંડા પર ઘડિયાળ પહેરી હતી તે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી પાસ્કલ હતા.

          ક્વાર્ટ્ઝ ઘડિયાળ એટલે કે ખાસ પ્રકારના પથ્થરમાંથી બનાવેલ ઘડિયાળ ૧૯૨૭માં કેનેડાના વોરન મોરિસ કે જેઓ એન્જિનિયર હતા તેમણે બનાવી હતી. ઈલેક્ટ્રીકલ સરકિટ સાથે પથ્થરના આંકડાને જોડતા તેઓ નિયત અને ચોક્કસ સમય બતાવતા હતા. આ રીતે આપણી દીવાલ ઘડિયાળની શોધ થઈ.

 ક્લોક

  • ઘડિયાળને અંગ્રેજીમાં ક્લોક કહેવામાં આવે છે, જે ફ્રેન્ચ શબ્દ ક્લોચ પરથી ઊતરી આવ્યો છે. ક્લોચનો અર્થ થાય છે બેલ, ઘંટ.
  • દુનિયાના બધા દેશો ગ્રિનિચ રેખાને આધારે સમય બતાવે છે, જેને સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ટાઈમની શોધ સર સેનફર્ડ ફ્લેમિંગે ૧૮૭૮માં કરી હતી.
  • સૌપ્રથમ એલાર્મ ક્લોક ઈ.સ. પૂર્વે ૨૫૦માં ગ્રીક દ્વારા શોધવામાં આવી હતી. તેમણે જળઘડીમાં એવી રચના બનાવી હતી કે નિયત સમય પણ બતાવતી હતી અને એક રમકડાંનું પંખી પણ આ જળઘડીની રચનામાં એવી રીતે ગોઠવવામાં આવ્યું હતું કે તે નક્કી કરેલા સમયે અવાજ પણ કરતું. આમ આ રીતે એલાર્મની શોધ થઈ.
  • જોકે યાંત્રિક એલાર્મની શોધ ૧૭૮૭માં લેવી હચીન્સ દ્વારા કરવામાં આવી હતી. જોકે એલાર્મ સવારે ૪ વાગ્યે જ વાગતું હતું. ૨૪ ઓક્ટોબર, ૧૮૭૬ના રોજ પ્રથમ વાર નિયત સમયે એલાર્મ વાગી શકે તેવી સેથ ઈ થોમસ દ્વારા પેટન્ટ કરવામાં આવી હતી. 

(આ લેખ સંદેશમાં પ્રસિદ્ધ થયો હતો)

Advertisements

About આસીફ કલાસિક

“આસીફ કલાસિક”. હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની. વધુ જાણકારી માટે જુઓ "મારી વ્યાખ્યા…!"
This entry was posted in જાણવા જેવું..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s