એક સમયનું “ઇલ્વદુર્ગ” આજનું “ઇડર”
આજનું ઇડર પહેલાના સમયમાં ઇલ્વદુર્ગ નામે ઓળખાતું સાબરકાંઠા જીલ્લામાં આવેલું એક શહેર જેનું નામ આજે “ઇડર” છે. ઇડર ૨૦ કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે. જે રાજસ્થાન રાજ્યની આવેલું છે. ઇડર એક જમાનામાં રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. જોકે આજે તો તે રાજા રજવાડાઓ નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે. આ યાદો વર્ષો જુની હોવા છતાં પણ એમજ છે અને ખુબ સુંદર પણ. ઇડરનો ઇતિહાસ કહેવો તો ખુબ અઘરો છે પરંતુ થોડીઘણી યાદો હજુ પણ યાદ છે તે હું તમને કહી રહ્યો છે.
આ શહેર ઇડરનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે એવું કહેવાય છે કે, વર્ષો પહેલાં અહીંયા આ પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ. ખુબ ડરાવની આ આત્માઓથી લોકો ખુબ ભયભીત હતા તેથી લોકોએ એવું કહેવાનું ચાલું કર્યું કે અહીં ડર છે. એટલે અહીં ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે.
આ શહેર ખાસ કરીને રમકડા બનાવવાની કારીગરી માટે ખુબ જાણીતું છે અને તેના મંદિરો માટે પણ. ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે. ઇડરની થોડી બહારની બાજુ એક તળાવ આવેલું છે જેનું નામ છે “રાણી તળાવ” એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી. તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદર મંદિર પણ આવેલ છે. જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય. તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.
આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે ઘેરાયેલું છે. તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે – ઇડરીયો ગઢ. આવા પથ્થરોથી ઘેરાયેલા આ શહેરમાં ગુજરાતની સૌથી વધારે ગરમી મપાય છે. ઉનાળું સીઝનમાં તો અહીંની ગરમીના પારાનો પાર નથી રહેતો. અને આજે આ શહેરની એવી ખાસ સુવિધાઓને કારણે સાબરકાંઠા એક સારૂ સ્થાન મેળવેલ છે. જેમાં હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ, બસ સ્ટેન્ડ અને રલ્વે સ્ટેશન તથા વિશાળ સિવિલ હોસ્પિટલ અને ખુબ મોટા કારખાના તથા નાની મોટો દુકાનો અને શોપીંગ મોલથી આજે આ શહેર ઇડર સાબરકાંઠામાં એક શોભાનું પ્રતિક છે.

ખુબ જ સરસ માહિતિ, ખરેખર ખુબ જ ઉપયોગી માહિતિ છે. આભાર….